- ડાંગ જિલ્લામાં વન વિભાગે યોજ્યો મેડિકલ કેમ્પ
- કેમ્પમાં લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી
- લોકોને સેનિટાઈઝર, માસ્કનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું
ડાંગમાં કોરોના અંગે લોકોને જાગૃત કરવા વન વિભાગે મેડિકલ કેમ્પ યોજ્યો
વર્તમાન કોરોના મહામારીની સ્થિતિમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેમ જ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ તો નથી ને તે જાણવા માટે ડાંગ જિલ્લામાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ચિચીનાગાવઠા વસાહતમાંથી 69, વઘઈમાંથી 51, ડિંગરડા ગામમાંથી 50 લોકોએ ભાગ લીધો હતો. વન વિભાગ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગઃ જિલ્લાના દક્ષિણ રેન્જમાં સમાવિષ્ટ કોટવાળિયા યોજના હેઠળ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. ચિચીનાગાવઠા, વઘઈ અને ડુંગરડા ગામમાં વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ચિચીનાગાવઠા, વઘઈ અને ડુંગરડા ગામમાં વન વિભાગ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ ડાંગ ડીડીએફ, કોટવાળિયા યોજના વઘઈ, આરએફઓ, ઝાવડા પ્રાથમિક સારવાર કેન્દ્રની ડોક્ટરની ટિમે ભાગ લીધો હતો.
કોવિડ-19ને અનુલક્ષીને કેમ્પ યોજવામાં આવ્યો
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાને રાખીને આ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોવિડ સામે રક્ષણ મેળવવા માટે સેનિટાઈઝર, માસ્ક, કોવિડ-19ની ચકાસણી તથા મફત દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ચિચીનાગાવઠા વસાહતમાં 69, વઘઈમાં 51 અને ડુંગરડા ગામે 50 એમ કુલ 170 લોકોએ ભાગ લીધો હતો.