ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાં વાઇરસના કારણે નોંધાયું પ્રથમ મોત - dang rural news

ડાંગ જિલ્લામાં 9 ડિસેમ્બરના રોજ આહવા ખાતે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા વ્યક્તિનું પ્રથમ મોત નોંધાયું છે. મૂળ દાહોદ જિલ્લાના આહવા ખાતે પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય યુવકનું મોત નોંધાયું છે. આ પહેલા એક વૃદ્ધ વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવતાં પહેલાં હાર્ટ એટેક મોત નીપજ્યું હતું, આથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થયેલા મૃત્યુમાં ગણવામાં આવ્યુ નથી.

ડાંગ જિલ્લામાં કોરોનાં વાઇરસના કારણે નોંધાયું પ્રથમ મોત
ડાંગ જિલ્લામાં કોરોનાં વાઇરસના કારણે નોંધાયું પ્રથમ મોત

By

Published : Dec 9, 2020, 10:56 PM IST

  • ડાંગ જિલ્લામાં કોરોનાં વાઈરસનાં કારણે પ્રથમ મોત
  • પોલીસ વિભાગમાં ફરજ બજાવનારા 42 વર્ષીય યુવકનું મોત
  • જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 129 પર


ડાંગઃ જિલ્લામાં 9 ડિસેમ્બરના રોજ આહવા ખાતે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા વ્યક્તિનું પ્રથમ મોત નોંધાયું છે. મૂળ દાહોદ જિલ્લાના આહવા ખાતે પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય યુવકનું મોત નોંધાયું છે. આ પહેલા એક વૃદ્ધ વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવતાં પહેલાં હાર્ટ એટેક મોત નીપજ્યું હતું, આથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થયેલા મૃત્યુમાં ગણવામાં આવ્યુ નથી.

યુવકને પહેલાથી જ હતી અન્ય બિમારી

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે ડાંગ જિલ્લામાં કોરોનાં વાઇરસથી પ્રથમ મોત નોંધાયું છે. આહવામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી કિરણસિંહ છત્રશિહ બારીયાનું કોરોનાથી મોત થયું છે. આ વ્યક્તિ પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. 42 વર્ષીય દાહોદ જિલ્લાના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ યુવકને અન્ય બીમારીઓ હતી. જેના કારણે કોરોના થતાં મોત થયું છે.

જિલ્લામાં કોરોનાં અંગેની સ્થિતિ

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના કેસો અન્ય જિલ્લાની સરખામણીમાં ઓછા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 129 છે. જેમાંથી હાલ 09 કેસો કોવિડ હોસ્પિટલ આહવામાં સારવાર હેઠળ છે. જયારે 119 વ્યક્તિઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધી જિલ્લામાં 24 હજાર 474 કોરોના વાઈરસ અંગેના સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાંથી 24 હજાર 328 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તો 16 રિપોર્ટ પેન્ડિગ છે.

કોરોના વાઇરસ અંગે તંત્ર સતર્ક

જિલ્લામાં ગતરોજ આહવા અને માલેગાંવમાં 4 પોઝિટિવ કેસો સામે આવતાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આહવા અને માલેગાંવમાં કોરોના વાઇરસ વ્યક્તિના ઘર નજીકના વિસ્તારને કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details