જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે બુધવારે ડાંગમાં શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. મુખ્ય મથક આહ્વા ખાતે બીજા તબક્કાનો જિલ્લા લેવલે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ કર્યો હતો.
જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવા ધરણાં કાર્યક્રમ યોજાયો અગાઉ ડાંગ જિલ્લામાં તબક્કાવાર ત્રણ તાલુકાઓ આહ્વા, વઘઇ અને સુબિરમાં પ્રાથમિક શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો, છતાં કોઈ નિર્ણય ન લેવાતા ફરી જિલ્લા કક્ષાએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો.
શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે લાગુ કરવી અને છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમાં પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, એ ઉપરાંત દરેક શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને નુકશાનકારક બાબતો દૂર કરવામાં આવે વગેરે જેવા પ્રશ્નો ઉકેલવાઆ ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મુદાઓમાં ઉચ્ચતર પગાર ધોરણ, ccc પાસ કર્યા બાદ તાત્કાલિક મળવાપાત્ર તારીખ 30 પછી મુદ્દત વધારવા, જ્યારે ઉચ્ચત્તર પગાર ધોરણ 2800ના બદલે 4200 ગ્રેડ પે ચાલુ રાખવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.