ડાંગ: જિલ્લાનાં ઉત્તર વન વિભાગ હસ્તકનાં આહવા રેંજનાં કમ્પાઉન્ડ નંબર.136 ઘોઘલીનાં જંગલ વિસ્તારમાં બપોરનાં અરસામાં સ્થાનિક લોકોને દિપડાનો મૃતદેહ (Dang leopard dead body ) નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ આહવા પશ્ચિમ વન વિભાગનાં આર.એફ.ઓ વિનય પવારને થતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ડાંગના જંગલોની શાન એવા દિપડાનો મૃતદેહ મળી આવ્યો - દિપડાનો મૃતદેહ મળી આવ્યો
ઘણા દિવસેથી ભૂખ્યો હોવાના કારણે તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યુ છે. વન વિભાગની ટીમે દિપડાનાં મૃતદેહનો કબ્જો (Dang leopard dead body ) મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દિપડાનો મૃતદેહ
ડાંગ વન વિભાગનાં જણાવ્યા અનુસાર આ મૃત દીપડો 10 મહિનાનો છે. આ દીપડા પર કોઈ મોટા પ્રાણીએ કે અન્ય કોઈ હુમલો થયો હોય તેવુ જણાતું નથી. તેના સેમ્પલ લઈ એફએસએલ માટે રિપોર્ટ માટે મોકલી અપાયા છે. જેનો રિપોર્ટ આવતા તેના મૃત્યુનું કારણ ખબર પડશે. જ્યારે ઉત્તર વન વિભાગનાં ડી.એફ.ઓ દિનેશ રબારીનાં જણાવ્યા પ્રમાણે આ દીપડો બાળ દીપડો છે. જે તેની માતાથી છૂટો પડી જતા શિકાર નહીં કરી શકવાના કારણે ઘણા દિવસેથી ભૂખ્યો હોવાના કારણે તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે.