ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ વહીવટ તંત્ર કોરોના સામે લડવા સજ્જ બન્યું - કોરોના વાયરસ

કોરોના વાઈરસના વિશ્વવ્યાપી કહેરને પગલે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે. જાહેર સ્થળો અને ગામડાઓમાં આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી અને કર્મચારીઓને હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.

etv bharat
ડાંગ વહીવટ તંત્ર કોરોના માટે સજજ

By

Published : Mar 20, 2020, 6:31 PM IST

ડાંગ: દેશ ભરમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોના વાઇસરને ફેલાતો અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટ તંત્ર સજજ બન્યું છે. જિલ્લા કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ તો વિદેશમાં રહેતાં વિદ્યાર્થીઓનો સર્વે કરી દેવામાં આવ્યો છે. જેમાં ડાંગના એકપણ વિદ્યાર્થી વિદેશમાં ભણતાં નથી જેથી તેમનો અહીં આવવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. વઘઈના લગભગ 11 જેટલાં લોકો દુબઈમાં કામધંધાર્થે ગયા છે તેઓ જ્યારે આવશે ત્યારે તકેદારીનાં પગલાં લેવામાં આવશે.

ડાંગ વહીવટ તંત્ર કોરોના માટે સજજ
આહવાની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ખાંસી, શરદી, તાવ જેવી બીમારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ તકેદારીના ભાગ રૂપે તમામ કામગીરીઓ ચાલું રાખવામાં આવી છે. કેટલાક દિવસોથી કલેકટર દ્વારા અધિકારી અને કર્મચારીઓ સાથે સતત મીટીંગો ગોઠવીને તેમને સૂચનાઓ આપવામાં આવી રહ્યી છે. ડાંગ જિલ્લો ત્રણ બાજુથી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો હોવાથી અહીં ધાર્મિક મંદીરોમાં મહારાષ્ટ્રના લોકો પણ આવતાં હોય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયેલા હોવાથી ધાર્મિક સ્થળોએ મહારાષ્ટ્રનાં લોકોની વધુ અવરજવર હોવાથી અર્ધનાગેશ્વર માતાનું મંદિર એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગિરિમથક સાપુતારામાં પણ કોરોનાના પ્રકોપના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં પણ હોટેલિયર સ્ટાફને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. હોટેલનાં સ્વિમિંગપુલો બંધ કરાવી દેવામાં આવ્યા છે. જ્યારે હાલ પૂરતું ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને સાપુતારા સુધી અટકાવી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details