ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી આહવા ખાતે થશે, બેઠકમાં લેવાયો નિર્ણય - આહવા ન્યૂઝ

ડાંગ જિલ્લામાં 72મો પ્રજાસતાક દિન 26મી જાન્યુઆરી 2021નો જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ ઉજવણી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન આહવા ખાતે બેઠક યોજવામાં આવી હતી.

્ેે
્ે

By

Published : Jan 21, 2021, 1:01 PM IST

  • પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારી પહેલા ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા બેઠક
  • જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
  • પ્રજાસત્તાક દિન નિમિત્તે કોવિડની ગાઇડલાઈનનું ખાસ પાલન કરવા સૂચનો

આહવા: 26 મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય સરકારે જાહેર કરેલ સુચના અન્વયે કોરોના મહામારીના કારણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણીયાના વરદ હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે યોજવામાં આવશે.

કોરોના ગાઇડલાઈનના પાલન સાથે થશે કાર્યક્રમ

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આહવામાં પોલીસદળના જવાનો, હોમગાર્ડઝ, એન.સી.સી.કેડેટ દ્વારા પરેડ, હર્ષધ્વનિ અને દેશ ભક્તિ જેવા સાંસકૃતિક કાર્યક્રમો કરવામાં આવશે. કોવિડ -19 ની મહામારીને ધ્યાને લેતાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના ધારા ધોરણનું પાલન કરવા અને સીમિત સંખ્યામાં આમંત્રિતો ભાગ લે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકારે 26 મી જાન્યુઆરીની ઉજવણીના અર્થે સૂચનાઓના અમલીકરણ માટે ખાસ ભાર મુક્યો છે.


જિલ્લાનાં દરેક તાલુકા કચેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે
પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા તેમજ વધઈ તાલુકા સેવા સદન ખાતે અને સુબીર મામલતદાર કચેરી ખાતે તથા સાપુતારા ખાતે ઈન્ચાર્જ ચીફ ઓફિસર નોટીફાઈડ એરિયાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

આ બેઠકમાં ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી આર.બી. ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, માર્ગ અને મકાન અધિકારી અમીષ પટેલ, અધિક આરોગ્ય નિયામક ડૉ.સંજય શાહ, પાણી પુરવઠા અધિકારી જયેશ માહલા સહીત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details