ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો
ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો
પરિવારજનોએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી
ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો - Saputara
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામથી ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધની લાશ કોહવાયેલ હાલતમાં મળી આવતા સાપુતારા પોલીસની ટીમે આ લાશનો કબજો લઈને વધુ તજવીજ હાથ ધરી છે.

ડાંગ:આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામથી ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધની લાશ કોહવાયેેલી હાલતમાં મળી આવતા સાપુતારા પોલીસની ટીમે આ મૃતદેહ કબજામાં લઈને વધુ તજવીજ હાથ ધરી છે.
વૃદ્ધ વ્યક્તિના પરિવારજનોએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ઘટના સ્થળે આ લાશ પોતાના બાપુજીની હોવાનું માલુમ પડતા તેઓએ સાપુતારા પોલીસ મથકે જાણ કરી હતી.ગલકુંડ-ઉખાટીયા ગરનાળા જંગલ વિસ્તારમાં કોહવાયેલી લાશ મળી આવી હોવાની જાણ સાપુતારા પોલીસ મથકનાં નરેેેશ.ડી. પરમારને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સાપુતારા પોલીસ મથકનાં નવલસિંહ પરમારે આ કોહવાયેલી મૃતદેહનો કબજો મેળવીને તેનુ પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.