ડાંગઃ ડાંગ 173 વિધાનસભાના કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામું આપતાં જિલ્લાના રાજકારણમાં ઉથલ-પાથલ મચી છે, ત્યારે પેટા-ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે જિલ્લાના તમામ તાલુકામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં કયા ઉમેદવારને ટિકિટ આપવી, એ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાની પેટા-ચૂંટણી અંતર્ગત ભાજપે ડાંગમાં બેઠક યોજી - ડાંગમાં ભાજપની બેઠક
ડાંગ જિલ્લામાં અગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીના ભાગરૂપે ડાંગ ભાજપ દ્વારા આહવા, સુબિર અને વઘઈ તાલુકામાં બુથ લેવલે બેઠક યોજવામાં આવી હતી. પ્રધાન ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બુથ લેવલની બેઠકના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
વિધાનસભાની પેટા-ચૂંટણી અંતર્ગત ભાજપે ડાંગમાં બેઠક યોજી
જિલ્લાના આહવા, વઘઈ અને સુબિર તાલુકામાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાન ગણપત વસાવાએ પાંડવા તથા શામગહાન વિસ્તારનાં ભાજપાનાં સ્થાનિક કાર્યકરોના મંતવ્ય માગ્યા હતા.