ડાંગ: બ્લડ બેન્ક આહવાના લાભાર્થે પૌરાણિક મહાદેવના મંદિરમાં શિવ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત કરતાં પહેલાં કથાકાર પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, પાપને બાળી નાખવા અને દુઃખનો નાશ કરવા શિવ કથા કળયુગનો તરણોપાય છે.
ડાંગ: આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો પ્રાંરભ - આહવામાં શિવ કથા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા પૌરાણિક દંડકેશ્વર મહાદેવ મંદિરમાં માનસ મનોરથી શિવ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બલ્ડ બેન્ક આહવાના લાભાર્થે આયોજીત કરવામાં આવી છે.
આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો પ્રાંરભ
કથા શરૂ કર્યા પહેલાં ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 108 કળશધારી બહેનો અને આહવાના આગેવાનો જોડાયા હતા. મુખ્ય યજમાન ચિંતનભાઈ સુરૂ અને તેમના પરિવાર દ્વારા પ્રથમ પોથી પૂજન કરવામાં આવ્યું હતુ. આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સ્થાપના પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડાંગ ભાજપ પ્રમુખ બાબુરાવ ચૌર્યા, પાટીલ દાદા, સ્નેહલ ઠાકરે, ગીરીશ મોદી, નંદુ ભદાણે, પ્રફુલ નાયક વગેરે હાજર રહ્યા હતા.