ડાંગઃ આ ગ્રામીણ ઓલિમ્પિક ડાંગ દરબારના મેળાના દિવસો દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે યોજવામાં આવશે, જેમાં ભાઇઓ 80 મીટર દોડ લાંબી કૂદ, ગોળા ફેક, ઊંચીકૂદ, લાંબી દોડ, ( પર્વતીય વિસ્તાર ) કબડ્ડી, ખો-ખો જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી જિલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ જિલ્લા રમતગમત અધિકારી, આશ્રમરોડ, ક્લબ આહવા ડાંગ, 20 માર્ચ 2020 સુધીમાં સમયસર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ જે તે જિલ્લાના રમત ગમત અધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવા જિલ્લા રમતગમત અધિકારીએ જણાવ્યું હતું.
ડાંગ દરબાર મેળા નિમિતે આહવામાં 11મા ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન - dang updates
જિલ્લા રમત ગમત આહવા ડાંગ દ્વારા 20 માર્ચ 2020માં આહવામાં ડાંગ દરબારના મેળામાં દરમિયાન 11માં ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આહવા ડાંગ
ઉલ્લેખનીય છે કે, સરકારના પ્રયાસ દ્વારા ખેલમહાકુંભ થકી ડાંગ જિલ્લાના રમતવીરો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાગ લેવા લાગ્યા છે. રમતનાં શોખીન ડાંગના રમતવીરો ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ લોકોના સહયોગ થી કબડ્ડી, ક્રિકેટ જેવું રમતોનું આયોજન કરતાં હોય છે. ત્યારે રમતવિરોને, રમત ક્ષેત્રે પ્રાધાન્ય આપવા માટે માર્ચ 2020માં યોજાનાર ડાંગ દરબાર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.