ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી

કોરોનાની વૈશ્વિક મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનું ટાળ્યું છે. 21 ડિસેમ્બરે ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં સભ્યોની ટર્મ પૂર્ણ થતાં અહીં વહીવટદાર સમગ્ર સંચાલન કરી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી
ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી

By

Published : Dec 23, 2020, 2:11 PM IST

  • ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી થઈ
  • 21 ડિસેમ્બરે તમામ લોકોની ટર્મ પૂરી થતા બધો વહીવટ વિકાસ અધિકારી કરશે
  • ડાંગમાં આહવાના 18, વઘઈ તાલુકા પંચાયતના 16 સભ્યોની ટર્મ પૂરી થઈ
    ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી

ડાંગઃ જિલ્લા અને તાલુકા પંચાયતનો સમગ્ર વહિવટ જિલ્લાના વહિવટદાર અધિકારીઓ દ્વારા સંચાલન કરવામાં આવશે. આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગામી ફેબ્રુઆરી-2021ના અંત સુધીમાં યોજાવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. 21 ડિસેમ્બરે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત આહવાના 18 સભ્યો, વઘઈ તાલુકા પંચાયતના 16 સભ્યો, આહવા તાલુકા પંચાયતના 16 સભ્યો, સુબીર તાલુકા પંચાયતના 16 સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ છે.

જિલ્લા વિકાસ અધિકારી અને ત્રણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હવે વહીવટદાર

ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, બાંધકામ અધ્યક્ષ, શિક્ષણ અધ્યક્ષ, સિંચાઈ/ખેતીવાડી અધ્યક્ષ, આરોગ્ય અધ્યક્ષ તથા વિવિધ સમિતિઓના અધ્યક્ષ તેમ જ ત્રણેય તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષોની ટર્મ 21 ડિસેમ્બરે પૂર્ણ થઈ જતા આ હોદ્દા બરખાસ્ત કરાયા છે. આ સમગ્ર હોદ્દાઓનો કાર્યભાર હવે જિલ્લા વિકાસ અધિકારી અને ત્રણેય તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ સંભાળશે. રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજશે અને તેમાં નવા હોદેદારો જ્યાં સુધી ચૂંટાઈને ન આવે ત્યાં સુધી સમગ્ર વહીવટી કારભાર હાલમાં વહીવટદાર જ સંભાળશે.

ABOUT THE AUTHOR

...view details