જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ દ્વારા આ તાલીમમાં મુખ્યત્વે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 અને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012 પર વિશેષ ભાર આપી માહિતગાર કરાયા હતાં.
સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, આફટર કેર યોજના અને ફોસ્ટર કેર યોજનાની વિસ્તૃત જાણકારી આપી બાળકો સરકારની યોજનાઓથી વંચિત ન રહે તે માટે આહવાન કરાયું હતું.
આ ઉપરાંત બાળકોના અધિકારો જેવા કે બાળલગ્ન અધિનિયમ-2006, બાળ ભિક્ષાવૃતિ અને બાળ મજુરી અધિનિયમ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને ગુડ ટચ, બેડ ટચની માહિતી આપવા જણાવાયુ હતું.
આ તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી. જે. ગાવિત અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. તાલીમ અંગેની માહિતી નિકોલસ વણકર, ભુપેન્દ્ર ધૂમ અને જયરામ ગાવિત દ્વારા માહિતી પુરી પડાઈ હતી.