ડાંગ: દેશમાં જ્યારે કોરોના વાઇરસના સંક્રમણે જોર પકડ્યું છે અને કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન અમલી બનાવાયું છે. આવી કપરી સ્થિતિમાં કોરોનાના યોદ્ધા ડોકટર્સ, આરોગ્ય તંત્ર અને પોલીસ કર્મીઓએ અવિરત સેવા પૂરી પાડી છે. હાલની પરિસ્થિતિને જોતા ડાંગ જિલ્લામાં કુપોષણને નિવારવા અને પોષણની સેવાઓ પૂરી પાડવા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના આંગણવાડી કાર્યકર બહેનોએ બીડુ ઝડપ્યું છે.
ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન એ.ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ આંગણવાડી બંધ છે. તેવા સંજોગોમાં કોઇ લાભાર્થી પોષણના લાભથી વંચિત ન રહી જાય તે માટે આંગણવાડી કાર્યકરો દ્વારા ક્ષેત્રીય કામગીરી કરી સરકાર દ્વારા અપતા ન્યુટ્રીશન પેકેટ લાભાર્થીના ઘર પહોચાડવામાં આવી રહ્યું છે.