ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકામાં સમાવિષ્ટ રાનપાડા ગામની સગર્ભા મહિલા નામે સુરેખાબેન બાગુલને પ્રસૃતિનો દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.
સાપુતારા લોકેશનની 108 એમ્બ્યુલન્સને આ કોલ મળતા ફરજ પરનાં EMT મિથુન પવાર અને પાયલોટ મંગેશ દેશમુખ તાત્કાલીક રાનપાડા ગામે પોહચી ગયા હતા. સગર્ભા સુરેખા બાગુલને લઈને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા, પરંતુ આ સગર્ભા મહિલાને રસ્તામાં જ પ્રસવપીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી.
સાપુતારા 108ની ટીમે કરી એમ્બયુલન્સમાં જોડીયા બાળકોની સફળ પ્રસૃતી EMT મિથુન પવારે અમદાવાદ કોલ સેન્ટરનાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ સુરેખાબેન બાગુલની એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસૃતિ કરાવતા માતાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.બાદમાં માતા અને જોડીયા બાળકોને વધુ સારવાર માટે 108ની ટીમ દ્વારા જનરલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સાપુતારા 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીઓમાં મિથુન પવાર અને મંગેશ દેશમુખ દ્વારા સમયસૂચકતા વાપરી આદિવાસી મહિલાની સફળ પ્રસૃતી કરાવી જોડીયા બાળકોને નવજીવન બક્ષતા હોસ્પિટલનાં સ્ટાફ સહિત આ મહિલાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.