પડતર માંગણીઓ સંદર્ભે મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાલ - ગુજરાતી ન્યુજ
ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહ્વા ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. પોતાની પડતર માંગણીઓના મુદ્દે સરકાર દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દાખવતાં તમામ મહેસુલ કર્મચારીઓ અને કારકુન હડતાલ પર ઉતર્યા છે.
![પડતર માંગણીઓ સંદર્ભે મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4253110-thumbnail-3x2-fffff.jpg)
મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા માંગણીના મુદ્દે હડતાલ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજે મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ અને કારકુન માસ સીએલ પર ઉતર્યા હતા. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓના પ્રશ્નોની સરકારને જાણ કરાઈ છે. મંગળવારે આહ્વામાં મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારની કક્ષાએ કર્મચારીઓમાં બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નો બાબતે માસ સીએલ ચાલી રહી છે.
મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા માંગણીના મુદ્દે હડતાલ