ડાંગઃ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં લોકડાઉનનાં-2 બીજા દિવસે સવારમાં શાકભાજી માર્કેટમાં વધારે સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડી લોકડાઉનનો ભંગ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક મહામારી કોરોનાનાં કેસ દિન-પ્રતિદિન વધી રહયા છે. જેનો પ્રભાવ ભારતમાં પણ વધવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ફરી એકવાર લોકડાઉન જાહેર કર્યું છે તથા કામ વગર ઘરની બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો છે. ત્યારે જિલ્લાનાં વહીવટી મથક આહવામાં લોકડાઉન-2ના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો શાકભાજી સહિત કરીયાણાની દુકાનોમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. આથી ખરીદી વખતે સોશિયલ ડિસ્ટન્સિગ ન જળવાતા લોકડાઉનનો ભંગ થવાથી શહેર પોલીસ મથકનાં PSI પી.એમ.જુડાલની પોલીસ ટીમે નગરમાં ફ્લેગમાર્ચ યોજી બિનજરૂરી રીતે બહાર નીકળેલ લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકો ઉપર પોલીસની કડક કાર્યવાહી
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં લોકડાઉનનાં-2 બીજા દિવસે સવારમાં શાકભાજી માર્કેટમાં વધારે સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા અને લોકડાઉનનો ભંગ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકો ઉપર પોલીસની કડક કાર્યવાહી
આહવા પોલીસે સોશિયલ ડિસ્ટન્સિગ રાખવા અનુરોધ કર્યો હતો,તો લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી હતી.