ગુજરાત

gujarat

By

Published : May 8, 2021, 5:13 PM IST

ETV Bharat / state

આજથી પૂ.મોરારીબાપુની ઓનલાઈન રામકથાનો પ્રારંભ

હરીહર તીર્થધામમાં સોમનાથ ટ્રસ્ટના સહયોગથી રામ મંદિરે ખાતે તા.8 થી તા.16 સુધી પૂ.મોરારીબાપુ ઓનલાઇન રામકથાનું શ્રવણ કરાવશે

Somnath
Somnath

સોમનાથ સાનિધ્યે પૂ.મોરારીબાપુની ઓનલાઈન રામકથાનો પ્રારંભ

શ્રોતા વગર બાપુ કથાનું રસપાન કરાવશે

કથાનું દરરોજ ત્રણ કલાક ઓનલાઈન ટેલિકાસ્ટ થશે

સોમનાથ: રામ મંદિરે ટ્રસ્ટના સહયોગથી આજે શનિવારથી પૂ.મોરારીબાપુ દ્વારા ઓનલાઇન રામકથાનો પ્રારંભ થશે. ત્યારેે હાલની સ્થિતીને ધ્યાનમાં રાખી લોકોએ બીનજરૂરી ઘર બહાર ન નીકળવા અને ઘર બેઠા ઓનલાઇન રામકથાનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાંં આવી છે.

મોરારીબાપુ ઓનલાઇન રામકથાનું શ્રવણ કરાવશે

હરીહર તીર્થધામમાં સોમનાથ ટ્રસ્ટના સહયોગથી રામ મંદિરે ખાતે તા.8 થી તા.16 સુધી પૂ.મોરારીબાપુ ઓનલાઇન રામકથાનું શ્રવણ કરાવશે. હાલ કોરોનાની મહામારી દરમિયાન શ્રધ્ધાળુઓ ઘરબેઠા આસ્થા ચેનલના માધ્યમથી તા.8 ના સાંજે 4 થી 7 કલાક સુધી તથા તા.9 થી તા.16 સુધી સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રામકથાનું શ્રવણ કરી શકશે. ગત વર્ષ પણ લોકડાઉન દરમિયાન ટીવી ચેનલના માધ્યમથી લોકોને રામાયણ અને મહાભારત જેવી પ્રસિધ્ધ સીરીયલનું પુનઃ પ્રસારણથી લોકો ઘર બેઠા સીરીયલો નિહાળી હતી. ત્યારે આ ઓનલાઇન રામકથા હાલની સ્થિતીએ ઘરે બેઠા લોકો કથાનું રસપાન કરવા ભકિતમય પ્રેરણા પુરી પાડશે.

સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ

હાલની સ્થિતીને ધ્યાનમાં રાખી લોકોએ બીનજરૂરી બહાર ન નીકળવું તથા સામાજીક અંતર જાળવવું અને માસ્ક ફરજીયાત પહેરવું અને વારંવાર હાથની સફાઇ કરતા રહેવું તેવું સોમનાથ ટ્રસ્ટ તરફથી સૌ કોઇને અપીલ કરી જણાવી સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details