ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી શામગહાન સંસ્થા દ્વારા કુલ 50 જેટલી વિધવા બહેનોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારીથી લોકોના ધંધારોજગાર તથા મજુરી કામ બંધ છે. ત્યારે, આ સેવાભાવી સંસ્થા દ્વારા ખાસ વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી.

By

Published : Jul 10, 2020, 6:34 PM IST

ડાંગમાં સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું
ડાંગમાં સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

ડાંગ: જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામમાં આવેલા સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી સંસ્થા દ્વારા ડાંગના વિવિધ ગામોમાં વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ કરી હતી. સોનગીર ગામમાં 12, ભાપખલમાં 18, હુબાપાડામાં 10, ચીરાપાડામાં 10 બહેનો આમ, કુલ 50 જેટલી વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ કરાઈ હતી.

ડાંગમાં સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું હતું. ત્યારે રોજનું કમાઇને ખાનાર મજુર વર્ગ ભારે મુશ્કેલીઓમાં મુકાઇ ગયો હતો. આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોની વહારે ઘણી સેવા ભાવી સંસ્થાઓ સાથે સરકારના પણ મદદ માટેના પ્રયાસ રહ્યા હતા. લોકડાઉનનાં સમયમાં સંસ્થાઓ આ લોકોની મદદે આવી હતી.

ડાંગમાં સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

હવે અનલોક 2માં સરકાર દ્વારા અમુક છુટાછાટો અને નિયમો સાથે ધંધા રોજગાર ચાલુ કરવાની પરવાનગી આપી છે. આમ છતાં પણ મજુરી કામ કરીને કમાઇ ખાનાર લોકોની પરિસ્થિતિ ખુબ જ નબળી હાલતમાં જોવા મળી રહી છે. જેના કારણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજીપણ આ સેવાનું કામ અવિરત પણે ચાલુ રાખવામા આવ્યું છે. સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન આ સંસ્થા દ્વારા ગામેગામ જરૂરીયાતમંદ લોકોને 1000 થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજની કીટમાં પ્રતિ વ્યક્તી દીઠ 10 કીલો ચોખા, બે કીલો તુવેર દાળ, એક લીટર તેલ, પાંચ કીલો ધંઉનો લોટ, મરચા, મસાલા વગેરે જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરી માનવતા મહેક ફેલાવી લોકોને સેવાકાર્ય માટે પ્રેરણા પુરી પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details