ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવા ખાતે છઠ્ઠા દિવસે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ડાંગ દરબાર હોલ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મંગળવારે છઠ્ઠા દિવસે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા પંચાયત સ્વભંડોળ, નેશનલ ફુડ સિક્યુરીટી મિશન ઓઈલ પામ ઓઈલ સીડ યોજના અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

woman day

By

Published : Aug 7, 2019, 4:30 AM IST

જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયાએ ખેડૂત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણાં જિલ્લાને રાજ્ય સરકારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કરેલો છે ત્યારે આપણે સૌએ રાસાયણિક ખાતર, દવાઓનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને આપણે સજીવ ખેતી અપનાવવી જોઈએ. ખેતી અને પશુપાલનમાં મહદ્‍અંશે મહિલાઓનું યોગદાન રહેલું છે. આર્થિક સધ્ધરતા મેળવવા માટે આપણે ઓર્ગેનિક ખેતી અપનાવીએ અને મબલખ ઉત્પાદન મેળવીએ.

મહિલા કૃષિ દિવસની ઉજવણી
પ્રોજેક્ટ ડાયરેકટર એમ.એમ.પટેલે ઉપસ્થિત મહિલા ખેડૂતોને પારંપારિક પાકોની જાળવણી માટે ઓર્ગેનિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો વધુમાં પાણીના મૂલ્યને સમજાવી તેને રીચાર્જ કરી ઉપયોગમાં લેવાની સમજ આપી હતી.

બાગાયત અધિકારી તુષાર ગામીતે બાગાયતી યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે ડાંગના ખેડૂતોએ બાગાયતી પાકોના વાવેતરમાં આગળ આવવુ જોઈએ. ફળપાકોના ઉત્પાદનથી આપણી આવકમાં વધારો થાય છે. જુદી જુદી સિઝનમાં થતા ફળોની આવક મેળવવા માટે આપણે તે પ્રકારનું આયોજન કરી બાગાયતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. ફળ પાકોથી આવક ઝડપથી મળે છે. આપણે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરીએ તો ચોક્કસ આવકમાં વધારો કરીશું.

મહિલા કૃષિ દિવસ વિષયે કે.વી.કે.વધઈના મિત્તલબેન પટેલે ગૃહ વિજ્ઞાનની વાતો કરી ફળપાકમાંથી જેલી બનાવવી, કેરીના અથાણા, આમળાનો મુરબ્બો વિગેરે બનાવટોની માહિતી આપી હતી. તેમજ જીજીઆરસી ના તુષાર મોરડિયાએ ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલે કર્યું હતું.

આ પ્રસંગે માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી વિજય ચૌધરી સહિત મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details