આહવાની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આહવા નગરની શેરીઓ અને મહોલ્લામાં શાળાના બાળકોએ વ્યસન મુક્તિ રેલી કાઢી લોકોને નશાથી દુર રહેવા અને વ્યસન મુક્ત બનવાનો સંદેશો આપ્યો હતો. આ સાથે જ વ્યસનથી થતી જીવલેણ બિમારીઓ વિશેનો ગંભીર સંદેશ નારા દ્વારા પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ આહવા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઇ
આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Dang
વ્યસન મુક્તિના આ કાર્યક્રમમાં હેલ્થ ડાયરેકટર ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન પૂણેના ઓગસ્ટીન ડેનિયલ,સાઉથ ગુજરાત રીજયન, નવસારીના ડાયરેકટર અશોક કાંબળે, આહવાના મહેન્દ્ર સકટે સહિત શિક્ષકગણ અને વિઘાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય શાખાના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામર રસીલાબેન ચૌધરીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.