- શામગહાન SBI બેન્ક મેનેજરની કાર પલટી
- બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
- સાપુતારા પોલીસે તપાસ હાથ ધરી
- ઘટનામાં કોઈ જાનહાની નહિ
ડાંગઃ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માત બાબતે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
શામગહાનના SBI બેંક મેનેજરની કાર પલટી
આ અકસ્માતને લઈ ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે વાંસદાથી શામગહાન જઈ રહેલા SBI બેંકનાં બ્રાન્ચ મેનેજરની કાર તથા મહારાષ્ટ્ર તરફથી સેલવાસ તરફ જઈ રહેલી કાર અથડાઈ હતી. આ બન્ને કાર શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં પુરપાટ વેગે સામસામે ભટકાતા ઘટના સ્થળે શામગહાનના SBI બેંકનાં બ્રાન્ચ મેનેજરની કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતનાં બનાવમાં બન્ને કારને જંગી નુકસાન થયુ હતુ.