ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત પૂર્વપટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં ગાજવીજ સાથે માવઠુ પડતા ડાંગી જનજીવન ચિંતાતુર બન્યુ હતું.

etv bharat
ડાંગ: જિલ્લામાં કમોસમી વરસાદ

By

Published : May 11, 2020, 10:03 PM IST

ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સોમવારે બપોર સુધી અસહ્ય ગરમી પડતા બફારાનાં પગલે ડાંગી જનજીવન ત્રસ્ત બન્યુ હતું, ત્યારે જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગારખડી સહિત કમદયા આવન વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.

જ્યારે ગિરિમથક સાપુતારા સહીત સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં પણ સોમવારે સાંજે એકાએક વાતાવરણનાં પલટા બાદ નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો ભર્યો હતો અને ગિરિમથક સાપુતારા પંથકનાં ગામડાઓમાં સાંજના સુમારે ગાજવીજ સાથે ક્યાંક અમીછાટણા તો ક્યાંક મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર ગામડાઓમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સરહદીય ગામડાઓમાં પડેલ માવઠાનાં પગલે ફળફળાદી પાકોને જંગી નુકસાન થયાની વિગતો સાંપડી રહી છે. હાલમાં એકતરફ લોકડાઉનની પરિસ્થિતિ અને બીજી તરફ કુદરતનાં ૠતુચક્રનાં મોસમે અચાનકજ મિજાજ બગાડતા ડાંગી જનજીવન ચિંતિત બન્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details