- સાપુતારા આદર્શ શાળામાં શિક્ષકે આદર્શતાની હદ વટાવી
- શિક્ષકે વિદ્યાર્થિનીને ઢોર માર માર્યો
- 108 મારફત વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી
ડાંગ: કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લાનાં શિક્ષણ જગતમાં કંલકનો કિસ્સો બહાર આવ્યો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળા સાપુતારામાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને નજીવા કારણોસર શાળાનાં શિક્ષકે વાળ ખેંચી ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલી મંડળમાં રોષની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે ત્રણ વખત દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ
શિક્ષકે વિદ્યાર્થિનીને ઢોર માર મારતા તેને સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવી
આદર્શ નિવાસી શાળા સાપુતારાનાં શિક્ષકનાં ઢોરમારથી ઇજા પામેલી વિદ્યાર્થીનીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યા વિદ્યાર્થીનીનાં વાલીઓ સહિત રાજકીય આગેવાનો ધસી જઈ શિક્ષકનાં અમાનુષી વર્તન અંગે ફિટકાર વરસાવી શિક્ષક સામે શિક્ષત્મક પગલાં ભરવા પોલીસ કેસ સહિતની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરી હતી.