- ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે સિવિલમાં જન્મદિવસની ઉજવણી કરી
- આહવા સિવિલ હોસ્પિટલનાં દર્દીઓ સાથે જન્મદિવસની ઉજવણી
- સિવિલનાં દરેક વોર્ડમાં ફ્રુટ બાસ્કેટનું વિતરણ
ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે સિવિલ હોસ્પિટલનાં દર્દીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી
ડાંગ: કોરોનાકાળમાં સરકારી આદેશનું પાલન કરી મોટી પાર્ટીનું આયોજન ન કરતાં સરિતા ગાયકવાડે પોતાના જન્મદિવસની ઉજવણી સાદગી પૂર્વક અને સમાજ સેવાનું કાર્ય કરી મનાવ્યો છે.
આ પણ વાંચોઃ ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના ઘરે નળ કનેક્શન અપાયું
સરિતા ગાયકવાડે મિત્રો સાથે સિવિલ દર્દીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી
સરિતા ગાયકવાડ પોતાના 4 મિત્રોને સાથે લઈ ફ્રૂટ બાસ્કેટ બનાવીને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવા પહોંચી હતી. દરેક વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને ફ્રૂટ અને બિસ્કિટ આપ્યા હતા. સરિતા સાથે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પણ જોડાયા હતા. જેમણે મહામારીના સમયમાં કઈ રીતે લોકોની મદદ કરી શકાય એવો સંદેશ આપતા સરિતાના આ સેવા કાર્યને બિરદાવી જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.
આ પણ વાંચોઃ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ હવે DYSP તરીકે ફરજ બજાવશે, સરકારે કરી નિમણુંક