ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા: હોટલ એસોસિએશનના સેક્રેટરીએ લોકડાઉનમાં નિયમોનુસાર પુુત્રના લગ્ન કર્યા - સાપુતારા હોસલ્સ

ડાંગ જિલ્લામાં લોક ડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે સરકારના નિયમોનુસાર લોક ડાઉનના નિયમોના પાલન સાથે સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરીના પુત્રના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં.

etv bharat
સાપુતારા: હોટલ એસોશિયેશનના સેક્રેટરીએ લોકડાઉનમાં નિયમોનુસાર પુુત્રના લગ્ન કર્યા

By

Published : May 21, 2020, 7:58 PM IST

ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલેના પુત્રના લગ્ન લોક ડાઉનમાં કરવામાં આવ્યાં હતાં. સરકારની ગાઈડલાઈન મુજબ લોક ડાઉનના નિયમોના પાલન સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા.

હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલે લેકવ્યું હોટેલના માલિક છે. તેઓ દરવર્ષે પોતાની હોટેલમાં અનેક લગ્નોનું આયોજન કરે છે. આ લગ્નો સમયે જાહોજલાલી હોય છે. પણ હાલ લોક ડાઉન ચાલું હોવાથી સાપુતારાની તમામ હોટેલને બંધ રાખવામાં આવી છે. ત્યારે પોતાના પુત્રના લગ્નમાં તુકારામભાઈએ લોકડાઉનનું પાલન કરી ફક્ત 40 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોગ્ય મુર્હત સાથે લગ્ન કરાવ્યા હતાં.

આ અંગે હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયે સરકાર પોતાની કામગીરી કરી રહી છે.ત્યારે આપણે પણ સમાજનાં આગેવાન તરીકે લોકોને ઉદાહરણ પૂરું પડે તે માટે સરકારના આદેશનું પાલન કરવું જોઈએ. તેમનાં લગ્નોમાં મોટાભાગે 7 હજારથી વધું લોકો જોવા મળતાં હોય છે ત્યારે આ કોરોનાં મહામારીનાં કપરા સમયમાં લોક ડાઉનનું પાલન સાથે સરકારના આદેશ મુજબ ઓછાં લોકોની ઉપસ્થિતમાં ઘરમાં જ સાદાઈ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details