- ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા
- કોરોનાકાળમાં પ્રવાસીઓ વગર હવાખાવાનું સ્થળ સૂમસામ
- સ્થાનિક લોકોના ધંધા રોજગાર થયા ઠપ
ડાંગ : કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છિક લોકડાઉન કરવાની ફરજ પડી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :જિલ્લા કલેક્ટરે ભવનાથ અને અન્ય પર્યટન સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો
કોરોનાને કારણે સાપુતારાના તમામ પોઈન્ટ્સ ખાલીખમ
સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. તેવા મહારાષ્ટ્રને અડીને આવેલી આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી કાગડા ઉડી રહ્યા છે. બોટિંગ, પેરાગ્લાઇડિંગ અને અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે. ચા- નાસ્તાની લારી ચાલવી રોજગારી મેળવતા લોકોનો દિવસ ગ્રાહકોની રાહ જોવામાં પૂરો થાય છે. જ્યાં પાર્કિંગ માટે જગ્યા મળતી ન હોય તેવા પાર્કિંગ સ્થળો રમતના મેદાન જેવા લાગે છે. લોકોની હસી મજાકથી ગુંજતા હોટલોના ડાઇનિંગ હોલમાં પિન- ડ્રોપ સાઈલન્સ જોવા મળે છે.