ડાંગઃ જિલ્લાનાં સાપુતારા સહિત આહવા પંથકનાં ગામડાઓમાં થોડા સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.
મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનાં વરસાદે વિરામ લેતા અહીં દ્રીચક્રીય ઋતુનો અનુભવ થયો હતો. ડાંગ જિલ્લાનાં અમુક પંથકોમાં શુક્રવારે દિવસ દરમિયાન અસહ્ય બફારા બાદ થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન સહિત આહ્વા અને પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા આ પંથકોને સાંકળતા વહેળા, કોતરડા અને ઝરણા ડોહળા નીરની સાથે ફરી સક્રીય બન્યા હતા.