- 14 વર્ષના કિશોર અને કિશોરી વચ્ચે પ્રેમ થયો
- શારીરિક સંબંધ બંધાયા બાદ કિશોરીએ બાળકને જન્મ આપ્યો
- સાપુતારા પોલીસ મથકે પોસ્કોનો ગુનો નોંધાયો
ડાંગ : જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં 14 વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય જગ્યાએ સ્થળાંતર થયાં હતાં. જ્યાં આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ બંન્ન વચ્ચે શારીરિક સંબધ પણ બંધાયો હતો. જેના સ્વરૂપે કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવની જાણ સાપુતારા પોલીસને થતાં ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સમગ્ર ઘટનાનું સત્ય સામે આવતાં 14 વર્ષીય કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી