ડાંગઃ જિલ્લાના શામગહાન ગામે સાપુતારા પોલીસની ટીમે જુગારનાં અડ્ડા પર રેડ કરી હતી. આ દરમિયાન વરલી મટકાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાપુતારા પોલીસે મટકા જુગારીની ધરપકડ કરી - Saputara Police
ડાંગ જિલ્લાના શામગહાન ગામે સાપુતારા પોલીસની ટીમે જુગારનાં અડ્ડા પર રેડ કરી હતી. આ દરમિયાન વરલી મટકાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડાંગમાં સાપુતારા પોલીસે મટકા જુગારીને ઝડપ્યો
જિલ્લામાં પોલીસની ટીમે જુગારની પ્રવૃત્તિને ડામવા સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ત્યારે સાપુતારા પોલીસની ટીમને શામગહાન ગામ ખાતે રેન્જ ઓફિસની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકા જુગાર રમાઈ રહ્યાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે સાપુતારા પોલીસની ટીમે આ જુગારનાં અડ્ડા પર રેડ કરી વરલી મટકાનો જુગાર રમાડનારા નારણ દેવાજી બાગુલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી વરલી મટકા જુગારનું સાહિત્ય કાપલીઓ તેમજ રોકડા રૂપિયા 750નો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.