- PSIના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું યોજાઇ હતી
- ગામડાઓમાં ફ્લેગ માર્ચનું આયોજન
- ચૂંટણી પંચ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબનાં પગલા લેવાયા
ડાંગઃજિલ્લાના સાપુતારા પોલીસની ટીમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સુરક્ષાનાં ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. સાપુતારા પોલીસ મથકના PSIના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લાનાં દરેક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષાનાં જવાનો સજ્જ પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે ડાંગ જિલ્લાનાં દરેક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મતદારો નિર્ભય બનીને મતદાન કરે તે માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
સાપુતારાનાં ગ્રામ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઇ