ડાંગ: સાપુતારા પોલીસ મથકના PSI એમ.એલ.ડામોર સહિત પોલીસની ટીમે સાપુતારા -શામગહાન અને ગલકુંડ માર્ગ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.
જેમાં સાપુતારા પોલીસની ટીમને જાખાના નજીકથી પસાર થઈ રહેલ પીકઅપ વાન પર શંકા જતા આ પીકઅપ વાનને ઉભી રાખી ચેકીંગ કરવામાં આવ્યું હતું.
વાનમાં ખીચોખચ તેમજ હલન ચલન ન કરી શકે તે માટે ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધેલી 2 ભેંસો,તથા 1 પાડો મળી આવ્યો હતો. આ ત્રણેય પશુઓને માટે વાનમાં ઘાસ ચારો તથા પાણી પણ ન મુકવામાં આવ્યુ હતુ.
સાપુતારા પોલીસની ટીમે આ ત્રણેય પશુઓને લઈ જઈ રહેલા ઈસમો પાસે પાસ પરમીટ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. આથી સાપુતારા પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે કતલ કરવાનાં ઇરાદે હેરાફેરી કરનાર ચાર ઇસમો સામે પશુ અત્યાચારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.