ડાંગઃ બે વર્ષ બાદ કોરોના સંક્રમણ નાબૂદ થવાને આરે છે. આવા સમયે શરૂ થયેલા વેકેશનમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેને લઈને પણ પ્રવાસીને જરૂરી તમામ સુવિધા સાપુતારામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં (Saputara Hill Station in Dang)આવેલા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન -સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો( Saputara tourist places)વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 28થી30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલ સ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહીં ફરવા માટેના પોઈન્ટ લીસ્ટ - સનરાઈઝ પોઈન્ટ,નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ ,ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔધિઓ ઉદ્યાન, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ, તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.
ગુજરાતના સુંદર હિલ સ્ટેશન સાપુતારા વિશે -સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓની પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા -ગુજરાતનુ આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલ સ્ટેશનને વધુને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન 30 ડિગ્રી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી ખુબજ અદ્ભુત છે.
સાપુતારા તળાવ -સાપુતારાનું તળાવ માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. સાપુતારા ઝીલનું ભ્રમણ કરવાનો આનંદ અનેરો અને સ્વર્ગ સમાનછે. એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. સાપુતારા લેક શાંત અને નિર્બાદ પિકનિક સ્પોટ છે જે સાપુતારા ઘાટીના કેન્દ્રમાં સ્થિત છે. આ ઝીલ હિલ પહાડીના તલહટી પર સ્થિત છે, જ્યાંથી તમે પહાડી સૌંદર્યનો આનંદ મનભરીને માણી શકો છો. ઝીલની આસપાસ મનોરંજનની ઘણીબધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે આ ઝીલમાં બોટિંગનો રોમાંચક અનુભવ પણ લઈ શકો છો. આત્મિક અને માનસિક શાંતિ અહીનુ ભ્રમણ ખૂબ વધુ મહત્વ ધરાવે છે. વિકેંડ અહીં 2 દિવસનો સમય કાઢીને સાપુતારાનુ ભ્રમણ કરી શકાય છે.
આ પણ વાંચોઃનયનરમ્ય નજારોઃ ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું