ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા: 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડેમમાં ભંગાણ સર્જાતા પાણી છોડવું પડ્યું

રાજ્યનાં ગિરિમથક સાપુતારા ખાતે સિંચાઇ વિભાગ દ્વારા અંદાજે 20 કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવેલા તળાવમાં ભંગાણ થતા ચોમાસા દરમિયાન સંગ્રહ કરવામાં આવેલુ પાણી છોડી મૂકાતા ગુજરાત સીવાય મહારાષ્ટ્રનાં ધનવલ તળાવ વગર વરસાદે ભરાઇ ગયો હતો.

etv bharat
સાપુતારા: 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા, ડેમમાં ભંગાણ

By

Published : May 23, 2020, 8:42 PM IST

ડાંગ: પ્રાપ્ત માહિત અનુસાર સાપુતારા નવાગામ ખાતે સિંચાઇ વિભાગ દ્રારા અંદાજે 20 કરોડના માતબર ખર્ચે તળાવનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. ઉનાળામાં ડાંગ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઇ માટે લોકો વલખા મારી રહ્યા છે.

ત્યારે સાપુતારામાં આવેલા તળાવનું બાંધકામ નબળું કરતા ભંગાણ સર્જાયુ છે.જેને પગલે તળાવમાં સંગ્રહ થયેલું પાણી ભર ઉનાળામાં છોડી મુકવાથી મહારાષ્ટ્રમાં આવેલા ધનવલ ડેમ વગર ચોમાસે છલોછલ ભરાઇ જતા ખેડૂતોને પાણીની રાહત મળી હતી.

સાપુતારા(નવાગામ)ખાતે તળાવમાં પાણી છોડી મુકવા બાબતે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં સિંચાઇ વિભાગનાં અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ જવાબ આપવા તથા ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી,ત્યારે સાપુતારા ખાતે ભરઉનાળે તળાવ ખાલી કરવાનાં નિર્ણય સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details