ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ - sanitation work

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે, ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઇમાં બે કોરોના પોઝિટિવ કેસ અને કુંડકસ ગામના એક કોરોના કેસને પગલે, જિલ્લા કલેકટર એન.કે.ડામોરે તેમની ટીમ સાથે કોરોના સંક્રમિત વિસ્તારમાં જઈ સમગ્ર એરિયાને સેનિટાઈઝ કરવાની સૂચના આપી હતી.

ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ

By

Published : Jul 11, 2020, 8:24 PM IST

ડાંગ: જિલ્લામાં "કોરોના"ને પ્રવેશતો અટકાવવા માટે રાતદિવસ સતર્કતા રાખતા જિલ્લા વહીવટી તંત્ર, આ નવા કેસ સામે આવતા સમગ્ર વિસ્તારને નિયમોનુસાર "કન્ટેઈનમેન્ટ" અને "બફર" ઝોન જાહેર કરી, સંક્રમણને અટકાવવા માટે તમામ પગલાંઓ લઇ રહ્યું છે.

ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
જેના ભાગરૂપે કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી વઘઇ નગરના તમામ બાર (12) વોર્ડ, ફળિયાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી, સ્વચ્છતા બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં નગરના 1,328 ઘરની 6,715 જનસંખ્યાને આવરી લઈ, નગરજનોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સાથે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર પોતાના હાથ ધોવા અને ફેસ માસ્કના ઉપયોગ બાબતે પણ સમજ આપવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
ઉલ્લેખનિય છે કે, "ગ્રીન ઝોન" માં રહેલા એકમાત્ર ડાંગ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ત્રણ કેસ સામે આવ્યા હતા. જે પૈકી બે કેસ વઘઇ નગરમાં અને એક કેસ કુંડકસ ગામે નોંધાયો હતો. આ પહેેેલા ડાંગ જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જે તમામ પાંચ કેસમાં દર્દીઓને યોગ્ય સારવાર બાદ તેઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલમાં, ડાંગ જિલ્લામાં કોરોનાના ત્રણ એક્ટિવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details