ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આહવા ખાતેના આ સેન્ટર પર મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ‛સખી વન સ્ટોપ સેન્ટર’ નો સંપર્ક કરવા દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયાએ જણાવ્યું છે. અહીં પીડિત મહિલાઓ,યુવતિઓ તેમજ સ્ત્રીઓને કાયદાકીય સહાય,પોલીસ સહાય,તબીબી સહાય મળી રહેશે.
આહવામાં સાંસદ કે.સી.પટેલ દ્વારા 'સખી વન સ્ટોપ' સેન્ટરનુ ઉદઘાટન - sakhi one Stop center inaugurated
ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા સિવિલ હોસ્પિટલની સામે જુની નર્સિંગ હોસ્ટેલમાં "સખી વન સ્ટોપ સેન્ટર"નું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. વલસાડ-ડાંગ સાંસદ શ્રી ડૉ.કે.સી.પટેલના હસ્તે વિધિવત ‛સખી વન સ્ટોપ સેન્ટર’ શરૂ કરાયુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, જિ.પં.ઉપ પ્રમુખ હરીશ બચ્છાવ, કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયા, પ્રાંત અધિકારી, કાજલબેન ગામીત સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
etv bharat dang
શારિરીક હિંસા,જાતિય હિંસા,મહિલાઓનો અનૈતિક વ્યાપાર,181 અભયમ,મહિલા હેલ્પ લાઈન તેમજ સામાજીક સમસ્યાઓમાં માર્ગદર્શન આપવામાં આવશે. હંગામી ધોરણે આશ્રય તેમજ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા 24 કલાક પુરી પાડવામાં આવશે.