ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાતાં રસ્તાઓ સૂમસામ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ ફેલાતાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. લોકો કામ સિવાય ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

dang
ડાંગનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ ફેલાતાં રસ્તાઓ સૂમસામ

By

Published : May 9, 2021, 10:58 AM IST

  • રાજ્યના સીમાડાના જિલ્લામાં કોરોનાનો વધતો વ્યાપ
  • વધતા કેસોને કારણે જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉન
  • ડાંગ વાસીઓ પણ કરી રહ્યા છે લોકડાઉનનો અમલ

ડાંગ: ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ભારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લો કોરોમાં મુક્ત જિલ્લો બની રહ્યો હતો. સાથે જ અહીં અન્ય જિલ્લાઓની સરખામણીમાં સૌથી ઓછાં પોઝિટિવ કેસો તેમજ કોરોનાની પહેલી લહેર દરમિયાન ફક્ત 2 મુત્યુ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાં વ્યાપક પ્રમાણમાં વકરેલો જોવા મળી રહ્યો છે.

બોર્ડર વિસ્તારનાં ગામનાં આગેવાનો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી

ડાંગ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લો છે. જેથી અહીં બોર્ડર વિસ્તારમાં કોરોનાં સંક્રમણ ફેલાવાનો ભય વધુ રહેલો છે. ગામનાં આગેવાનો દ્વારા લોકોને કોરોનાં સંક્રમણની ચેઈન તોડવા પહેલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન લગ્ન સિઝનો ચાલતી હોય છે, પરંતુ કોરોનાની બીજી લહેર બાદ લગ્ન પ્રસંગો અને મેળાવડાઓ નહિવત સમાન જોવા મળી રહ્યા છે. ગામે ગામ કોરોનાં અથવા અન્ય બીમારીઓથી લોકોનાં મૃત્યું થતા ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતના લોકડાઉનનું પાલન કરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ડાંગનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ ફેલાતાં રસ્તાઓ સૂમસામ

ગામ આગેવાનો દ્વારા આપવામાં આવી સલાહ

ગામનાં આગેવાનો જેમાં કારબારી અને પાટીલ દ્વારા લોકોને કામ સિવાય અન્ય ન જવા માટે સલાહ આપવામાં આવે છે. ગામનાં કોઈપણ કાર્યમાં કારબારી અને પાટીલ દ્વારા મુખ્ય રોલ ભજવવામાં આવે છે ત્યારે આ આગેવાનો દ્વારા લોકોને કોરોનાં રોગથી બચવા કામ વગર બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે. ડાંગના બોર્ડર વિસ્તારનાં ઉગા, ચિચપાડા, આંબાપાડા ગામો બોર્ડર વિસ્તારમાં આવેલ હોવા છતાંય અહીં નહિવત કોરોનાં સંક્રમણ જોવા મળે છે.

આ પણ વાંચો : કોરોના વાઇરસની ચેઈન તોડવા મોડાસામાં સજ્જડ બંધ


ડાંગનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનની પરિસ્થિતિ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ ફેલાતાં ડાંગ જિલ્લાનાં ગામડાંઓમાં લોકોની અવરજવર ઓછી થઈ છે. લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અહીં સૌથી વધુ લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલાં છે. આ સિઝનમાં તેઓ ચોમાસા પૂર્વે ખેતીની તૈયારી કરતાં જોવા મળે છે. ગામનાં લોકોની ઓછી અવરજવર ઉપરાંત ગામની દુકાનો વગેરે પણ બંધ જોવા મળે છે.

વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

ડાંગ જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયા થી દર ગુરુવાર થી રવિવાર સુધી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ફક્ત આરોગ્યલક્ષી સેવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ધરાવતી દુકાનો જ ખુલ્લી જોવા મળે છે. સોમવાર થી બુધવાર સુધી દરેક ગામડાઓમાં ફક્ત 2 વાગ્યાં સુધી જ દુકાનો ચાલું રાખવામાં આવે છે. કોરોનાં સંક્રમણ ફેલાતાં વેપારી એસોસિએશન અને ડાંગ વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાં અંગેની પરિસ્થિતિ

ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 566 કેસો નોંધાઈ ચુક્યા છે જેમાંથી 480 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 22 જેટલાં દર્દીઓનું કોરોનાનાં કારણે મૃત્યું નોંધાયું છે. હાલ જિલ્લામાં 85 એક્ટિવ કેસો રહેલાં છે. જિલ્લામાં કુલ 34492 લોકોએ વેક્સિનનો ડોઝ લીધેલ છે.

ABOUT THE AUTHOR

...view details