સાપુતારા નજીક બસની બ્રેક ફેઈલ, 17 લોકોનો ચમત્કારીક બચાવ - DNG
ડાંગઃ સાપુતારા નજીક શિરડીથી અમરેલી જતી બસની બ્રેક ફેઈલ થતાં આગળ જતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં બસમાં સવાર 17 સાંઈ ભક્તોનો ચમત્કારીક બચાવ થયો છે.
ગિરીમથક સાપુતારાથી વઘઈ જતાં આંતર રાજ્ય ધોરી માર્ગ પર સાપુતારા નજીક સામગહાન પાસે મોડી રાત્રે શિરડી સાંઈ ધામથી સુરત થઈ અમરેલી જતી ગુજરાત એસ.ટી. નિગમની સ્લીપર કોચ બસની અચાનક બ્રેઈક ફેઈલ થતાં ગભરાયેલા બસ ચાલકે આગળ ચાલતા દૂધવાહક ટ્રક સાથે બસને ધડાકાભેર અથડાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે, આ ગંભીર અકસ્માતમાં બસમાં મુસાફરી કરનાર 17 સાંઈ ભક્તોનો ચમત્કારીક બચાવ થયો હતો. જેમાંથી 5 લોકોને સામાન્ય ઈજા થતાં સ્થાનિક લોકો દ્વારા નજીકમાં આવેલા સામગહાન સામુહિક કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.