ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના સુબીર ગામના રેવન્યુ તલાટી સેજા કચેરીમાં લાંબા સમયથી ગેરહાજર, ગામ લોકોને હાલાકી

ડાંગ જિલ્લામાં તાલુકાના રેવન્યુ વિભાગના તલાટીઓને ગામ દીઠ વિસ્તાર પ્રમાણે સોંપવામાં આવેલા ગામોનાં સેજા કચેરીઓ ઉપર મોટાભાગે હાજર ન રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રેવન્યુ વિભાગના લાગતા વળગતા કામકાજ માટે આવતા લોકોને સેજા કચેરીના દરવાજા મોટા ભાગે બંધ નજરે પડી રહ્યા છે. તેવા જ એક રેવન્યુ તલાટી સુબીર ગામના લોકોને સેજા કચેરીનો દરવાજો બંધ રાખી કામકાજ માટે આવતા લોકોને અટકાવી રહ્યા છે.

Revenue Talati absent for long time in Seja office of Subir village of dang
સુબિર ગામના રેવન્યુ તલાટી સેજા કચેરીમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા ગામ લોકોને હાલાકી

By

Published : Jan 27, 2020, 10:17 PM IST

ડાંગઃ સુબીર ગામે ચાર રસ્તા પર આવેલા રેવન્યુ વિભાગની સેજા કચેરીએ ફરજ બજાવતા રેવન્યુ તલાટી વિપુલ સેજા કચેરીએ હાજર રહેતા જ નથી. તેમ સુબીર ગામના લોકો જણાવી રહ્યાં છે. સેજા કચેરીએ કોઇપણ જાતનો જાહેર સૂચન બોર્ડ લગાવવામાં આવેલા નથી. નક્કી કરાયેલા દિવસોનું કોઈ ટાઈમટેબલ પત્ર બોર્ડ ઉપર દર્શાવવામાં આવેલું નથી. આ બાબતે તલાટીનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હું બુધવાર અને ગુરુવારના રોજ આ કચેરી પર હાજર રહું છું. લોકોના કામકાજ કરી જ આપું છું. અસલમાં સુબીર ગામલોકોના ફરિયાદમાં રેવન્યુ તલાટીની વાત ખોટી સાબિત થઈ શકે તેમ છે.

સુબિર ગામના રેવન્યુ તલાટી સેજા કચેરીમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા ગામ લોકોને હાલાકી

ગામ લોકોનું કહેવું છે કે, રેવન્યુ તલાટી સેજા કચેરી પર હાજર રહેતા જ નથી. ગામના અમુક લોકોએ તો તેમનો ચહેરો પણ જોયો નથી. સેજા કચેરીના દરવાજા ખોલવાની વાત તો દૂરની છે. સુબીર ચાર રસ્તા પર આવેલી રેવન્યુ વિભાગની કચેરી અમુક ગામ લોકો છેલ્લા 25 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિને રાષ્ટ્રધ્વજના પર્વમાં હાજર રહી સલામી આપતા હોઈએ છીએ. 26 જાન્યુઆરી 2020 રવિવારના રોજ દેશભરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુબીર ગામે રેવન્યુ સેજા કચેરીએ ક્યા કારણોસર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નહીં.

સુબિર ગામના રેવન્યુ તલાટી સેજા કચેરીમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા ગામ લોકોને હાલાકી

રેવન્યુ તલાટી ઉંઘમાં હતા કે, પછી તેઓના ઉપરી અધિકારીઓ દ્વારા આ સેજા કચેરી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મનાઇ કરવામાં આવેલી હતી. તેવા સવાલો ગામ લોકોને થઈ રહ્યા છે.

સુબિર ગામના રેવન્યુ તલાટી સેજા કચેરીમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા ગામ લોકોને હાલાકી

ABOUT THE AUTHOR

...view details