ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરિમથક સાપુતારામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ - saputara as a tourism place

આઝાદ ભારતના 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ગિરિમથક સાપુતારામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મામલતદારે અનેક વિષયો પર મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી.

republic day celebrate in saputaa
republic day celebrate in saputaa

By

Published : Jan 26, 2020, 8:23 PM IST

વર્ષ 1950ની 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવતા આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. આજે 71માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાપુતારામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન મામલતદાર એમ.બી.પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ, તે સ્થળ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે, જે મોટી ગર્વની વાત છે. પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાપુતારાને ગિરિમથક તરીકે વિકસિત કરવા અને શ્રેષ્ઠ ગિરિમથક તરીકે ઉભરી આવે એવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના શુભ દિન નિમિત્તે સૌ ભેગા મળી સંકલ્પ કરીએ કે, આહ્વા તાલુકામાં તેમજ ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારામાં પ્લાસ્ટિક અને ગંદકી ન કરી સ્વચ્છતા જાળવીએ. દ્રઢ સંકલ્પ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ન તો આપણે ક્યાંય કચરો ફેંકી ગંદકી કરીએ કે ન અન્ય કોઈને ગંદકી કરવા દઈએ. તેમજ વૃક્ષોનું જતન અને પાણીનો બચાવ કરીએ.

સાપુતારામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉપસ્થિત લોકોને દેશની અખંડિતતા અને ભાઈચારા માટે સૌને સંકલ્પબદ્ધ થઈ દેશને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં દરેકને યોગદાન આપવા માટે તેમણે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં સાપુતારાની જુદી જુદી શાળાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. પ્રજાસતાક પર્વની ઉજવણીમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, હોટેલ એસોસિએશનના પ્રમુખ/સેક્રેટરી, સાપુતારા ખાતેના તમામ હોટેલ મેનેજરો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details