- 4 જૂનના રોજ ડાંગ પોલીસે 4 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા
- 1.86 લાખના વિદેશી બનાવટના દારૂ સાથે LCB પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
- વઘઇ કોર્ટ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ડાંગઃપોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન પ્રવૃત્તિને ડામવા જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની LCB PSI પી.એચ.મકવાણાની ટીમને શુક્રવારે બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલી લક્ઝરિયસ મહિન્દ્રા એક્સયુવી કાર મહાલ તરફ જઈ રહી છે.
આ પણ વાંચોઃવાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર
ડાંગ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઠબે બુટલેગરોને ઝડપી પાડ્યા
બાતમીના આધારે ડાંગ LCB પોલીસની ટીમ મહાલ રોડ પર તપાસ માટે નીકળતા ચનખલ મહાલ રોડ પર એક શંકાસ્પદ મહિન્દ્રા એક્સયુવી નજરે ચડતા તાત્કાલિક નાકાબંધી કરી પોલીસે આ એક્સયુવી કારનો પીછો કરતા બરડીપાડા નાકા તરફ ભાગી હતી. પરંતુ બરડીપાડા ફોરેસ્ટ નાકુ બંધ હોવાના પગલે ત્યાંથી આ બુટલેગરો પૂરપાટ ઝડપે રિટર્ન આવતા હતા.
અન્ય બે શખ્સ કાર મૂકી જંગલ તરફ ભાગી ગયા હતા
ડાંગ LCB પોલીસની ટીમે માર્ગમાં ખાનગી વાહનો તેમજ સરકારી જીપ આડી ઊભી રાખતા મહિન્દ્રા એક્સયુવી GJ23CC2222ના ચાલક તેમજ તેમાં બેઠેલા અન્ય બે શખ્સ કાર મૂકી જંગલ તરફ ભાગી ગયા હતા. આ દરમિયાન અન્ય એક સફેદ કલરની મહિન્દ્રા એક્સયુવી GJ5JE4742ના ચાલકે માર્ગની સાઈડમાં ઉભેલી LCBની સરકારી જીપ નંબર GJ18GB0524ને આગળના ભાગે બમ્પર તથા સાઈડના ભાગે ટક્કર મારી હતી.