આહવાની ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષ માટે રજીસ્ટ્રેશન શરૂ - Registration for Vocational Training Course
ડાંગના મુખ્ય મથક આહવાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષમાં પ્રવેશકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રવેશકાર્યમા વધુ માહિતી કે માર્ગદર્શન વગેરે માટે તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે.
ડાંગ: જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વર્ષ 2020 માં શરુ થઇ રહેલા નવા સત્રમાં પ્રવેશ આપવાનું કાર્ય ચાલુ કરાયુ છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક યુવક/યુવતીઓને આ અંગેનું નિયત રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે. આ માટેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, અહી વાયરમેન, ફિટર, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન જેવા બે વર્ષના અભ્યાસક્રમો સહિત એક વર્ષના અભ્યાસક્રમો જેવા કે સીવણ, બ્યુટીપાર્લર, એમ્બ્રોઈડરી, ફેશન ડીઝાઈન એન્ડ ટેકનોલોજી, કોપા, વેલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્મેચર મોટર રીવાઈડીંગ પણ ઉપલબ્ધ છે.