ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ - આહવા તાલુકા

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બપોરથી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે વાદળોના ગડગડાટ તેમજ પવન સાથેનો વરસાદ વરસી પડતાં આહવામાં ઠેરઠેર પાણી ભરાયા હતાં.બપોરે અચાનક વરસી પડેલા વરસાદના કારણે ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની કબડી સ્પર્ધા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ

By

Published : Sep 25, 2019, 11:04 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ચાલું થયેલા વરસાદને કારણે આહવામાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા જોવા મળ્યા હતાં. ગિરિમથક સાપુતારામાં સાંજના સમયે વીજળી સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ડાંગમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે કાલીબેલ વિસ્તારમાં એક વ્યક્તી નદીમાં તણાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ

ડાંગ જિલ્લા માહિતી વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 4 દિવસમાં એટલે કે 26, 27, 28, 29 સપ્ટેમ્બર 2019માં ભારે વરસાદની આગાહી હોવાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે, ત્યારે જિલ્લાના કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવા સુચનો અપાયા હતાં.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં થડક છવાઈ ગઇ હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર છેલ્લા 14 કલાક દરમિયાન આહવામાં 101 mm, વઘઇમાં 34 mm, સુબિરમાં 24 mm, જ્યારે સાપુતારામાં 18 mm, વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details