ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સતત 5માં દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ - સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા

ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર ધીમી થતા કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા માટે પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. કોરોના મહામારીને લઈને ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ એકત્રિત ન થાય તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે વહીવટી તંત્રનાં ડાંગ પોલીસ વિભાગ દ્વારા દરેક જોવાલાયક સ્થળો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને પ્રવાસીઓને નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

ડાંગમાં સતત 5માં દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
ડાંગમાં સતત 5માં દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

By

Published : Jun 6, 2021, 10:39 PM IST

  • ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ
  • ડાંગમાં વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી
  • જિલ્લામાં જોવાલાયક સ્થળો ઉપર પોલીસ નો ચુસ્ત બંધોબસ્ત

ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ મહેરની સવારી ડાંગી જનજીવન ઉપર મહેરબાન થતા અહી પાંચ દિવસથી સતત વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે.

સાપુતારાના તળેટી વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, આહવા,બોરખલ,લિંગા, આહવા,સુબિર, વઘઇ તેમજ પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોનાં ગામડાઓમાં છેલ્લા પાંચ દિવસથી ચોમાસાનાં વરસાદી માહોલે વીજળીનાં કડાકા ભડાકા સાથેની એન્ટ્રી યથાવત રાખી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમાં દિવસે વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બન્યુ છે.

ચોમાસાનું આગમન થતાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનું આગમન થતા ડાંગી ખેડૂતો ચાલુ વર્ષે વહેલા ખેતીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વરસાદ પડતા પ્રકૃતિ સહિત જાહેર માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સતત પાંચમા દિવસે બપોર બાદ વરસાદી માહોલ યથાવત રહેતા અહીના સમગ્ર જોવાલાયક સ્થળો ખુશનુમામય બની જવા પામ્યા છે. હાલમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે સર્જાઈ રહેલ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર સૌંદર્યનાં આહલાદક વાતાવરણની અનુભૂતિ પ્રતીત કરાવી રહી છે.

જિલ્લાનાં જોવાલાયક સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાપુતારા નોટિફાઈડ કચેરીનાં ચીફ ઓફિસર ધવલ સંગાડા દ્વારા ભીડ એકત્રિત કરતા સ્થળોમાં બોટિંગ અને રોપવે સહિત અન્ય એડવેન્ચર એક્ટિવિટી બંધ રાખવાનાં આદેશો કર્યા હતા. વધુમાં સાપુતારાનાં જોવાલાયક પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ભીડ એકત્રિત ન થાય તથા માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ.ડામોર સહિતની પોલીસ ટીમ દ્વારા સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ બાજ નજર રાખી સમયાંતરે પોલીસ પેટ્રોલિંગ હાથ ધરી પ્રવાસીઓને સૂચનો કરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટેનો અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details