ડાંગ: જિલ્લાના ગીરીમથક સાપુતારામાં આજે સાંજના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવવવાના કારણે વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. આ સાથે વાદળ ગર્જનાઓ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી. થોડા સમય બાદ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસોથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. બે દિવસ પહેલા અહીં સરહદીય ગામડાઓમાં ભારે વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદ અને વાવાઝોડું ફુકાવાને કારણે આદિવાસી ખેડૂતોના મકાનના છાપરા ઉડ્યા હતા. જેના કારણે તેઓને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો હતો.