ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ - Rain in Saputara

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારના ગામડાઓમાં ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કસોમસી વરસાદ વરસ્યો હતો. વરસાદના અમીછાટણા પડતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.

ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ
ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ

By

Published : Apr 8, 2021, 10:48 PM IST

  • સાપુતારાના તળેટીય વિસ્તારમાં વાતાવરણમાં પલટો
  • ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ
  • શામગહાન સહિત નજીકના વિસ્તારમાં વરસાદ

ડાંગઃ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલમાં કાળઝાળ ગરમીની સાથે બફારાએ જનજીવનને ત્રસ્ત કરી દીધું છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તાર તેમજ સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં ગુરુવારે બપોર સુધી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગુરુવારે બપોર બાદ સાપુતારા પંથકમાં વાદળોના ઘેરાવા વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસાદ વરસ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા અહીનાં સમગ્ર સ્થળો આહલાદક બન્યા હતા.

આ પણ વાંચોઃ વરસાદની આગાહીના પગલે અરવલ્લીમાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સલાહ આપી

વરસાદી વાતાવરણના કારણે પંથકમાં ઠંડક પ્રસરી

ભર ઉનાળામાં જ્યાં કોરોના અને ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, ત્યારે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાંજના સમયે ઠંડકમય વાતાવરણ બન્યું હતું. થોડાં સમય માટે વરસાદ નાં કારણે ગરમીથી લોકોને રાહત થઈ હતી.

આ પણ વાંચોઃધરમપુર-કપરાડા સહિત 20 ગામમાં કમોસમી વરસાદ, પાકને નુકસાન થવાનો ભય

ABOUT THE AUTHOR

...view details