- મોખામાળ ગામની સગર્ભા મહિલાનું સર્પદશથી મોત
- સુબિર આરોગ્ય કેદ્રમાં યોગ્ય સારવાર ન મળતાં મોત
- આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી
- સીએચસી સેન્ટર ઉપરથી સિવિલ હોસ્પિટલ મોકલતાં રસ્તામાં મોત
ડાંગઃ આ અંગેની મળતી વિગતો અનુસાર, ડાંગ જિલ્લો ઘનઘોર જંગલોથી ભરપૂર જોવા મળે છે. અહીં, વન્ય જીવો મોટી સંખ્યામાં જોવા મળે છે. જંગલ વિસ્તાર અને કાચા મકાનોનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સાપ જોવા મળે છે, જેનાં કારણે સાપ કરડવાથી ઘણી વાર મૃત્યુના કેસો પણ સામે આવતાં હોય છે. આવા કેસોમાં યોગ્ય સમયે આરોગ્ય સેવાઓ ન મળવાના કારણે, નેટવર્ક સમસ્યાઓ અથવા રસ્તાની સમસ્યાઓના કારણે વ્યક્તિનું મોત પણ નોંધાય છે ત્યારે આવો જ એક કિસ્સો મોખામાળ ગામે સામે આવ્યો છે.
મોખામાળ ગામની 20 વર્ષીય સગર્ભાને સાપ કરડ્યો હતો
ડાંગ જિલ્લાના નવરચિત સુબિર તાલુકાના મોખામાળ ગામન સગર્ભા મહિલા સુશિલા અશ્વિન ગાવીત (ઉં.વ. 20)ને ગત રોજ કામકાજ કરતી વેળાએ ઝેરી સાપે ડંખ મારતા તેમને સારવાર માટે 108 એમ્બુલન્સ મારફતે સુબિર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
સુબિર સીએચસીમાં યોગ્ય સારવાર ન મળતાં મહિલાને આહવા સિવિલ ખસેડાઈ હતી