ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના ટાંકલીપાડા ગામ નજીક કોઝવે પાસે બન્ને બાજુ ગાબડા ભયજનક સ્થિતિમાં - etv bharat gujarat

ડાંગ જિલ્લાનાં ટાંકલીપાડા ગામ નજીકનાં માર્ગમાં કોઝવે પાસે બન્ને બાજુએ મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ભયજનક સ્થિતી ઉદભવી છે. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ આળસ ખંખેરીને આ કોઝવેની બન્ને સાઇડમાં પડેલા ગાબડાની મરમ્મત કરી પુરાણ કરે તે જરૂરી બની ગયું છે.

ડાંગ
ડાંગ

By

Published : Jun 30, 2020, 8:17 PM IST

ડાંગ : જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ટાંકલીપાડા ગામ નજીકનાં માર્ગમાં કોઝવે પાસે બન્ને બાજુએ મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ભયજનક સ્થિતી ઉભી થવા પામી છે. અહી બન્ને બાજુ પડેલાા ગાબડા રાત્રીનાં અરસામાં વાહનચાલકો માટે જીવલેણ અથવા જાનલેવા સાબિત થઈ શકે છે.

આ ટાંકલીપાડા ગામને જોડતા માર્ગ તથા કોઝવે ઉપરથી આસપાસનાં ગામડાઓનાં વાહનચાલકોની સારી એવી અવર જવર રહે છે. તેવામાં ચાલુ ચોમાસાની ૠતુનાં પ્રથમ વરસાદમાં જ આ કોઝવે પાસેનાં સંરક્ષણ દીવાલ નજીકની માટીનું ધોવાણ થઈ જતા અહીં બન્ને સાઈડ મોટા ગાબડા પડી ગયા છે.

અહીનાં ગ્રામજનોએ આ કોઝવેની સાઇઝ મોટી બનાવવા તથા રસ્તાની મરામત કરવા માટે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગમાં અનેકવાર રજુઆત કરી છે. પરંતુ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેઓની રજુઆતને ધ્યાનમાં ન લેતા વાહનચાલકો સહિત જનજીવનને હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે.

અહી અંતરીયાળ વિસ્તારમાં આવેલા ટાંકલીપાડા ગામ નજીકનાં માર્ગમાં ભયજનક વળાંકની સામે જ કોઝવે પાસે બન્ને સાઈડે ગાબડા પડતા હાલમાં ચોમાસામાં તેમજ રાત્રીનાં અરસામાં આ ગાબડા વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ આળસ ખંખેરીને આ કોઝવેની બન્ને સાઇડમાં પડેલા ગાબડાની મરામત કરી પુરાણ કરે તે જરૂરી બની ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details