ડાંગ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં આજે ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક હમેશાં તૈનાત રહેતા એવા આજે 108ના પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના દરેક 108 પાયલોટોને કોરોના વોરિયર્સના બેજ તથા ચોકલેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લો અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોવાથી અહીં પહાડો અને ડુંગરો જોવા મળે છે. તથા આ પહાડોની વચ્ચે વાંકાચૂકા વળાંક વાળા રસ્તાઓ છે. આરોગ્યની ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક તૈનાત એવા 108ના પાયલોટ હમેશા લોકોની સેવાઓ માટે હાજર હોય છે. ચોમાસામાં ધોધમાર વરસાદ હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી આ તમામ પરિસ્થિતિઓમાં તેઓ સેવા માટે તૈયાર જ હોય છે.