- સોનગઢનો ઈલેશ ગામીત 30થી 40 લોકો સાથે રેન્જ ઓફિસમાં ઘુસ્યો હતો
- ઈલેશ ગામીત સહિતના તમામ વ્યક્તિઓએ બરડીપાડા રેન્જ ઓફિસરને ધમકી આપી
- વન કર્મચારીને ધમકી આપતા સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ડાંગઃ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ બરડીપાડા રેન્જમાં શુક્રવારે સોનગઢનો ઇલેશ ગામીત 30થી 40 માણસો સાથે રેન્જ ઓફિસમાં ઘુસી ગયો હતો. અહીં તેણે વન કર્મીઓને ધમકી આપતા રેંજ ઓફિસરે સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચોઃપતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
જપ્ત કરેલ વહાન પાછું મેળવવા વન કર્મીઓને ધમકી
સોનગઢના 30થી 40 લોકો મોઢું બાંધી શુક્રવારે બરડીપાડા રેન્જ ઓફિસમાં ઘુસી ગયા હતા. ઈલેશ ગામીત જે ગુનામાં સંડોવાયેલો છે. તે ગાડી છોડાવવા તમામ લોકો રેન્જ ઓફિસ પહોંચ્યા હતા. આ સાથે તમામ લોકોએ રેન્જ ઓફિસરને ધમકી આપી તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. મહત્વનું છે કે વન કર્મીઓએ ઈલેશ ગામીતની ગાડી 14 એપ્રિલે જપ્ત કરી હતી. અજાણ્યા ઈસમો આ ગાડી કયા કારણોસર પકડી છે એમ જણાવી વન કર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બરડીપાડાના RFO સતીશ પરમારે સુબીર પોલીસ સ્ટેશનમાં આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃવેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
બરડીપાડા રેન્જ ઓફિસર સતીશ પરમાર દ્વારા 30થી 40 માણસો લઈ આવનાર ઇલેશ ગામીત વિરુદ્ધ સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઈસમો રેંજ ઓફિસ માં ઘુસી જઇ વન કર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી. સુબીર પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.