ડાંગના ઇસખડી ગામે પાણીની સમસ્યાનો ભોગ બની રહ્યા છે લોકો
સુબિર તાલુકાના કળમાળ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઇસખડી ગામે છેલ્લા છ વર્ષથી ગ્રામજનો પાણીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ઇસખડી ગામમાં છ વર્ષ પહેલાં ઘરે ઘરે નળ કનેક્શન મારફત પાણી આપવા માટે ચકલીઓ ગોઢવવામાં આવી હતી. જે હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે.
ડાંગ : જિલ્લાના નવરચિત સુબિર તાલુકામાં સમાવિષ્ટ ઇસખડી ગામે લોકો પાણીની સમસ્યાઓનો ભોગ બની રહ્યાં છે. ગામમાં છ વર્ષ અગાઉ મીની પાઇપલાઇન યોજના અંતર્ગત ઘરે ઘરે નળ કનેક્શન કરવામાં આવ્યા હતાં. જે હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગામમાં ચાર પાણીની ટાંકી હોવા છતાં પણ લોકોને પાણી પહોંચાડવામાં આવતું નથી. ગામની મુલાકાત લેતાં જણાયું કે ગામના બોરીગ ધૂળ ખાઈ રહ્યાં છે. જ્યારે ગામનાં હવાડા દયનિય સ્થિતિમાં નજરે ચડી રહ્યાં છે. ગ્રામજનોનું કહેવું છે કે છ વર્ષ અગાઉ ઘરે ઘરે નળ કનેક્શન ગોઠવવામાં આવ્યાં હતાં. પણ નળ દ્વારા આજ દિન સુધી પાણી આપવામાં આવ્યું નથી.